ગુજરાત

gujarat

પાકિસ્તાને PoKને ભારતના નકશા પર બતાવ્યું

By

Published : May 22, 2020, 11:14 AM IST

પાકિસ્તાનમાં કોરોના કેસ વિશેની માહિતી આપતી વેબસાઇટમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતના નકશામાં બતાવવામાં આવ્યું છે. જેને કારણે સોશિયલ મીડિયામાં તેના પર ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીરને ભારતના નક્શામાં બતાવ્યુ
પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીરને ભારતના નક્શામાં બતાવ્યુ

નવી દિલ્હી: પાકિસ્તાને તેના નકશામાં પાક અધિકૃત કાશ્મીરને ભારતમાં બતાવ્યુ છે. પાકિસ્તાનમાં કોરોના કહેર વિશે માહિતી આપતી સત્તાવાર વેબસાઇટ Covid.gov.pk પર આ નકશો દેખાડવામાં આવ્યો છે.

જો કે, આ માનવીય ભૂલ હોય તેવુ જણાઇ રહ્યુ છે, પરંતુ નકશા પરથી પાકિસ્તાન કબૂલાત કરતો જોવા મળે છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે.

આનું બીજું કારણ એ છે કે, સાઇટ પર અપલોડ કરેલો નકશો માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે. સીમાઓ અંગેના વિવાદને કારણે, દરેક દેશમાં આ નકશો અલગ અલગ દેખાય છે.

તમને જણાવી દઇએ કે, જ્યારે હવામાન બુલેટિનમાં ભારતે ગિલગિટ-બલ્ટિસ્તાનનો સમાવેશ કર્યો ત્યારે પાકિસ્તાનને ખૂબ આંચકો લાગ્યો હતો. ત્યારબાદ, તેણે તેના હવામાન બુલેટિનમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનું તાપમાન બતાવીને જવાબ આપવાનો પ્રયાસ કર્યો, જે ટેક્નીકલ ખામીને કારણે તેના પર ઉલટી પડી ગઇ હતી.

ટેક્નીકલ ભૂલને કારણે હવે ફરી એકવાર પાકિસ્તાને અજાણતાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતમાં બતાવ્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details