પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, અમે ભારતને પુલવામા હુમલાના પુરાવાઓ આપવાનું આશ્વાસન આપ્યું હતું. અમે આ પુરાવાની તપાસ કરવાની વાત કરી હતી. જેથી અમે સાબિત કરવા માંગીએ છીએ કે પાકિસ્તાની ધરતી પર આતંકીઓને આશ્રય આપવાની વાત ખોટી છે.
રીતસર ફફડી ઉઠ્યું પાકિસ્તાન, કહ્યું- અમે વાતચીત કરવા તૈયાર - Narendra modi
ઇસ્લામાબાદઃ ભારતે કરેલી એર સ્ટ્રાઇકથી રીતસર પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને ફફડાઈને બોલી રહ્યું છે કે, બંને દેશ વચ્ચે તણાવ ચરમસીમાએ છે. યુદ્ધ કોઈ ઉકેલ નથી. અમે વાતચીત કરવા તૈયાર છીએ.

ફાઇલ ફોટો
ઇમરાને કહ્યું કે, બંને દેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેથી મારે પાકિસ્તાનના વિશ્વાસની જરૂર છે. અમે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ. મહત્વનું છે કે, પાકિસ્તાનના વડાપ્રધાને આજે એટલે કે બુધવારે બપોરે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું.
નોંધનીય છે કે, પાકિસ્તાનની તમામ હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં ભારતીય સીમામાં પ્રવેશ કરતા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે.