ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અમેરિકાના શરણે, ટ્રમ્પ સાથે ઈમરાને ફોન પર કરી વાત - પાકિસ્તાન

ઈસ્માલાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં  તેમણે કાશ્મીરની સ્થિતિને લઈને ચર્ચા કરી હતી. જેની માહિતી પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ ટેલિવિઝનના નિવેદનમાં આપી હતી.

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન અમેરિકાના ચરણોમાં પડ્યું , ઈમરાન અને ટ્રમ્પે ફોન પર કરી વાત

By

Published : Aug 17, 2019, 11:55 AM IST

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને અધિકૃત કાશ્મીર પર પાકિસ્તાનની સ્થિતી વિશે જાણકારી આપી હતી. તેમજ વડાપ્રધાન અનેક નેતાઓ સાથે પણ ચર્ચા કરી રહ્યાં છે."

ભારતીય બંધારણના અનુચ્છેદ 370ને હટાવવાના નિર્ણયને લઈ દિલ્હી અને ઈસ્લાબાદના સંબંધોમાં તણાવ ઉભો થયો હતો.

કુરૈશીના જણાવ્યા અનુસાર, "ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાં ચાર સાથે ચર્ચા કરીને કાશ્મીરની સ્થિતિને અવગત કર્યા હતા." આમ, અનુચ્છેદ 370 રદ કરવાના કારણે પાકિસ્તાનની સ્થિતિને કાબૂમાં લેવા માટે ઇમરાન ખાને રાજકીય નેતાઓનો સહારો લઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details