ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LOC પર વળતા જવાબથી પાકિસ્તાનમાં હડકંપ, ઈમરાન ખાને બોલાવી બેઠક

ઈસ્લામાબાદ: આજકાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક વોર ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર આરોપ- પ્રત્યારોપ લગાવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. પાકિસ્તાને આરોપ લગાવતા કહ્યું કે, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા એટલે કે LOC પર કલ્સ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

સૌજન્યઃ ઇમરાન ખાન ટ્વીટર

By

Published : Aug 4, 2019, 6:17 PM IST

Updated : Aug 4, 2019, 7:29 PM IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે ઇસ્લામાબાદ NSCની બેઠક યોજી હતી. મળતી માહિતી મુજબ આ બેઠકમાં ઇમરાન ખાન દેશની સુરક્ષા વિશે ચર્ચા કરશે. તે ઉપરાંત આંતરિક અને બાહ્ય મામલે પણ ચર્ચાઓ કરશે.

આ સમગ્ર મામલાની વચ્ચે ઇમરાન ખાને ટ્વીટ કરતાં લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અત્યારે તે સમય છે. ભારતીય સુરક્ષા બળોની આક્રમિક કાર્યવાહીને લીધે LOC પર સ્થિતિ ખરાબ છે.

LOC પર ઇમરાન ખાનનું ટ્વીટ

વધુમાં જણાવીએ તો ભારતીય સેનાના એક્શનથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાને રવિવારે LOC નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેના માટે એક એડવાયઝરી પણ જાહેર કરી હતી. જેમાં LOC પર ફાયરિંગને લીધે સેનાને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ શનિવારે પાકિસ્તાની BAT (બોર્ડર એક્શન ટીમ)ની ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવી 5 થી 7 પાકિસ્તાની સેનાના BAT કમાન્ડોને ઠાર માર્યા હતા.

ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાની સેનાને તેમના મૃત સૈનિકોના શવ લઇ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે અંગે ભારતીય સેનાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાને સફેદ ઝંડો લઇને આવવું પડશે અને ભારતીય સીમા પર માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શવના અંતિમ સંસ્કાર કરવા માટે લઇ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

Last Updated : Aug 4, 2019, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details