ઈસ્લામાબાદ: પાકિસ્તાન કુલભૂષણ જાધવને એક વખત ફરી કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર છે. આ સંદર્ભે પાક વિદેશ પ્રધાન મહમૂદ કુરેશીએ કહ્યું કે, તેઓ ભારતની માગ પ્રમાણે સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીમાં કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર છે.
પાકિસ્તાને ગુરુવારે મૃત્યુદંડનો સામનો કરી રહેલા ભારતીય કેદી કુલભૂષણ જાધવને રાજદ્વારી સંપર્ક આપ્યો હતો. જો કે, ભારત સરકારે કહ્યું છે કે તે ન તો અર્થપૂર્ણ હતું અને ન વિશ્વાસપાત્ર અને જાધવ તણાવમાં દેખાયો હતો.
કુલભૂષણ જાધવ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતની માગ પર પાકિસ્તાન ઝૂક્યું છે. કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા પાકિસ્તાન તૈયાર થયું છે. હવે જાધવને રાજનાયિક મદદ મળશે. ભારતે વિના શરતે કોન્સ્યૂલર એક્સેસની માગ કરી હતી. કેટલીક શરતો સાથે કુલભૂષણ જાધવ સુધી પહોંચી શકાશે. હવે પાકિસ્તાનમાં ભારતના બે અધિકારીઓને મંજૂરી મળશે. તો ભારતીય અધિકારીઓ હવે જાધવ સાથે મુલાકાત કરીને મોતની સજા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે.