પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો થઈ રહ્યો છે કે, શુક્રવારથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ અપાશે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન તરફથી કાઉન્સેલર એક્સેસનો પ્રસ્તાવ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ અનુસાર આ પ્રસ્તાવ વિચારધીન છે. રાજદૂતોના માધ્યમથી આ મામલામાં પાકિસ્તાન સાથે વાત કરાશે. તેમજ આંતરરાષ્ટ્રીય કોર્ટના દિશા- નિર્દેશોનું ધ્યાન રખાશે.
પાકિસ્તાન ઝૂક્યુ, કુલભૂષણ જાધવને આવતીકાલથી મળશે કાઉન્સેલર એક્સેસ - રાજદ્વારી મદદ
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ પાકિસ્તાને ઝુકવુ પડ્યુ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર શુક્રવારથી જાધવને રાજદ્વારી મદદ ઉપલબ્ધ કરાવાશે.
પાકિસ્તાન ઝુક્યુ, કુલભૂષણ જાધવને કાલથી મળશે કાઉન્સેલર એક્સેસ
કોર્ટના આદેશ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યુ હતું. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે, પાકિસ્તાન તેમના કાયદા મુજબ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને રાજદ્વારી મદદ ઉપલબ્ધ કરાવશે.