- કુલભૂષણ જાધવની સજાની કરાશે સમીક્ષા
- સમીક્ષા કરવા અંગેના બિલને મળી મંજૂરી
- પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ બિલને આપી મંજૂરી
- કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે
ઈસ્લામાબાદઃ મીડિયામાં ગુરુવારે આવેલા સમાચાર અનુસાર, આ બિલનું નામ 'ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (સમીક્ષા અને પુનઃવિચારણા)' આપવામાં આવ્યું છે. આ બિલને લઈને થઈ વિપક્ષ દ્વારા કરવામાં આવતા વિરોધની વચ્ચે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની કાયદા અને ન્યાય સંબંધી સ્થાયી સમિતિએ ચર્ચા કરીને આ બિલને મંજૂરી આપી દીધી છે. જોકે આ બિલને ના લાવવા માટે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનો પણ સામનો કરવો પડ્યો. સમિતિની ચર્ચામાં હિસ્સો લેતા પાકિસ્તાનના ન્યાય અને કાયદા પ્રધાન ફરોગ નસીમે કહ્યું કે, આ બિલ આંતરાષ્ટ્રીય કોર્ટના નિર્દેશોનું પાલન કર્યા બાદ લાવવામાં આવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે, જો આ બિલને સંસદ મંજૂરી નહીં આપે તો પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયનું અનુપાલન ન કરવા પર પ્રતિબંધોનો સામનો કરવો પડશે.