ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકનું નવુ ષડયંત્ર, આતંકીયો વિરૂદ્ધ કરી નકલી FIR - ઇસ્લામાબાદ

ઇસ્લામાબાદ: આંતકવાદ વિરૂદ્ધ લડતમાં વિશ્વને ભ્રમિત કરવા માટે પાકિસ્તાને આંતકી સંગઠનો અને આતંકવાદીઓ વિરૂદ્ધ નકલી FIR દાખલ કરી છે. પાકિસ્તાને આ ષડયંત્ર FATFની બ્લેક લિસ્ટથી બચવા માટે કર્યો છે.

ફાઇલ ફોટો

By

Published : Aug 18, 2019, 4:53 PM IST

પાકિસ્તાન વિશ્વને મૂર્ખ બનાવવા માટે નવુ ષડયંત્ર રચી રહ્યુ છે. પાક. આંતકીઓ વિરૂદ્ધ એક્શન બતાવવા માટે તેણે આંતકીયો વિરૂદ્ધ નકલી FIR દાખલ કરી છે. FATFની બ્લેક લિસ્ટથી બચવા તે આ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને આતંકી ફન્ડિન્ગ પર રોક લગાવવા તથા આતંકીઓ વિરૂદ્ધ કડક પહલા ભરવા માટે સૂચના આપવામાં આવી હતી.

ટેરર ફન્ડિન્ગ તથા મની લોન્ડ્રિંગ પર રોક લગાવનાર FATFએ પાકિસ્તાનને છેલ્લા વર્ષે ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યુ હતું.

જોકે ઇમરાન સરકારે હવે બચવા માટે આતંકીયો વિરૂદ્ધ નકલી તથા કમજોર કેસ દાખલ કરવાનું શરૂ કર્યું હતું. આ જુલાઇમાં એક આતંકી વિરૂદ્ધ ગુજરાંવાલા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ FIRમાં દાવત-ઉલ-ઇરશાહના નામનો ઉલ્લેખ છે. જેનું જમાત-ઉદ-દાવાનો જુનું નામ છે.

ABOUT THE AUTHOR

...view details