વધુમાં તમને જણાવીએ તો શનિવારે એટલે કે, 28 સપ્ટેમ્બરે શહીદ ભગત સિંહની 112મી જન્મ જયંતી છે. આ અવસર પર ઇમ્તિયાજ રાશિદ કુરૈશીએ પાકિસ્તાનમાં ભારતીય ન્યાયાલયના માધ્યમથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો.
પાકિસ્તાને મોદી સરકાર પાસે ભગત સિંહ માટે માગ્યો ભારત રત્ન
ઇસ્લામાબાદઃ શનિવારે શહીદ-ઇ-આઝામ ભગત સિંહની જયંતી છે. આ અવસર પર પાકિસ્તાન ઉચ્ચ ન્યાયાલયના એક વકીલ અને પાકિસ્તાનમાં શહીદ ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાજ રાશિદ કુરૈશીએ ભારત સરકાર પાસે એક મહત્વની માગ કરી છે. તેમણે કહ્યું કે, ભગત સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે.
પાકિસ્તાને મોદી સરકાર પાસે ભગત સિંહ માટે માગ્યો ભારત રત્ન
આ પત્રમાં તેઓએ ભારત સરકાર પાસે શહીદને ભારતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર 'ભારત રત્ન'થી સન્માનિત કરવાનો અનુરોધ કર્યો છે.
તેની સાથે જ તેઓએ પાકિસ્તાનની સરકાર પાસે પણ એ માગ કરી હતી કે, શહીદ ભગત સિંહને દેશના સર્વોચ્ચ સન્માન, નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કરવામાં આવે.