કર્ણાટકઃ કર્ણાટકના CAA વિરોધી કાર્યક્રમમાં પાકિસ્તાન સમર્થિતનો નારો લગાવતી એક છોકરીની ઘટના હજી તાજી છે, ત્યાં તેવી બીજી એક ઘટના હુબલી જિલ્લામાંથી સામે આવી છે. હુબલી જિલ્લાના બુડરસિંગી ગામમાં આવેલી એક સરકારી શાળાની દીવાલો અને દરવાજા ઉપર પાકિસ્તાન સમર્થિત નારો લખેલો જોવા મળ્યો હતો. આ સિવાય 'ટીપુ સુલતાન સ્કૂલ' જેવા નારા પણ જોવા મળ્યાં હતાં.
કર્ણાટકમાં શાળાની દીવાલ પર પાકિસ્તાન સમર્થિત નારો, શિક્ષકો પણ અચંબિત - Karnataka Government school
કર્ણાટકના એક ગામમાં સરકારી શાળાની દીવાલ પર પાકિસ્તાન સમર્થિત નારો લખેલો જોવા મળ્યો હતો. મંગલવારે સવારે શિક્ષકો શાળાએ પહોંચ્યા અને દીવાલ પર આ ભારત વિરોધી નારો જોતા તુંરત જ પોલીસને જાણ કરી હતી.
Karnataka
મંગળવારે સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે તેઓએ આ લખાણ જોયું હતું. શાળાની દીવાલ પર પાકિસ્તાન સમર્થિત નારો લખેલો જોયા બાદ શિક્ષકો અને હેડ માસ્તરે તુરંત પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો પણ રોષે ભરાયા છે.