ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં હુમલો કરવા માટે પાકિસ્તાન લઇ રહ્યું છે સ્થાનિક અપરાધીઓનો સાથ

દેશની જાસૂસી સંસ્થાઓની સમક્ષ ગુનાઓની નવી પ્રવૃતિ સામે આવી છે. જો કે, હાલના દિવસોમાં ભારતીય સેના અને જાસૂસી સંસ્થાઓએ પોતાની સતર્કતાના આધારે પાકિસ્તાનની આઇએસઆઇ અને તેમના આતંકી સંગઠન દેશમાં હુમલો કરવામાં નિષ્ફળ થયા છે.

Pakistan
ભારત ઉપર હુમલાની આશંકા

By

Published : Aug 24, 2020, 7:39 PM IST

નવી દિલ્હીઃ દેશની જાસૂસી સંસ્થાઓ સમક્ષ ગુનાઓની નવી પ્રવૃતિ સામે આવી છે. જો કે, આ દિવસોમાં ભારતીય સેના અને જાસૂસી સંસ્થાઓની સર્તકતાના આધારે પાકિસ્તાનની આઇએસઆઇ અને તેમના આતંકી સંગઠન દેશમાં હુમલો કરવામાં નિષ્ફળ થયા છે.

આ સમયે ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક હરકત પણ પાણી ફેરવ્યું છે. પાકિસ્તાનની આઇએસઆઇ અને આતંકી સંગઠન હવે સ્થાનિક અપરાધીઓનો સાથ લઇ રહી છે અને તે લોકોને હુમલા માટે જવાબદારી સોંપી રહ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીના મત મુજબ એવી સંભાવના છે કે, આઇએસઆઇના આતંકીઓ આ ગુનેગારોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા તો પહેલેથી જ તેમના સંપર્કમાં છે.

કેટલાંક દિવસો પહેલા કેન્દ્રિય જાસૂસી કંપનીના પંજાબ એકમે એલર્ટ જાહેર કર્યું કે, આઇએસઆઇ અને અન્ય આતંકી સંગઠનો કેટલાંક નેતાઓ પર હુમલો કરવા માટે પાંચ ગુનેગારોને કામ સોંપ્યું હતું. આ પાંચ ગુનેગારોમાંથી 2 ફરાર છે, પોલીસ હાલ તેમની શોધખોળ કરી રહી છે. જો કે, અન્ય 3 ગુનેગારો પંજાબની અલગ-અલગ જેલમાં કેદ છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ નવી રણનીતિ પાછળનું કારણ એ છે કે, આઇએસઆઇની કરોડરજ્જુ સ્થાનિય સ્લીપર સેલ છે. તે લગભગ સમાપ્તીના આરે છે અથવા તો આ કામ માટે મનાઇ ફરમાવી રહી છે. કારણ કે, તેમને સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details