ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈમરાન ખાનનું ચોંકાવનારું નિવેદન, મોદી સત્તા પર આવશે તો સંબંધ સુધરશે - lok sabha election

ન્યૂઝ ડેસ્ક:  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને એક નિવેદન આપી સૌને ચોંકાવી દીધા છે. ઈમરાન ખાને નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસી માટે શુભકામના આપી છે. તેમના જણાવ્યા અનુસાર મોદી સત્તામાં ફરી પાછા આવશે તો ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે મજબૂત બનશે.

design photo

By

Published : Apr 10, 2019, 1:42 PM IST

તેમનું આ નિવેદન હાલ ખાસ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે સીમા પર બંને દેશો વચ્ચે તણાવનો માહોલ છે. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદથી સીમા પર વધારે તણાવ ભરી સ્થિતિ થઈ રહી છે.

ઈમરાન ખાને ભારતમાં યોજાનારી ગુરુવારે લોકસભા ચૂંટણી માટે થઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જો ફરી વાર સત્તામાં આવશે તો ભારત સાથે શાંતિ વાર્તા કરવાની સંભાવનો વધી જશે.

ખાને એમ પણ જણાવ્યું હતું કે, જો વિપક્ષમાં રહેલી કોંગ્રેસ સરકાર જો સત્તામાં આવશે તો અમારા માટે કાશ્મીર સમસ્યાનો હલ કાઢવો વધારે મુશ્કેલી ભર્યું સાબિત થશે.

પણ જો ભારતમાં કોઈ દક્ષિણપંથી પાર્ટી જીતે છે તો કાશ્મીરના મુદ્દે કોઈને કઈ હલ નિકળી શકે છે. આ વાત ઈમરાન ખાને અમુક પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details