ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનની નફટાઇ યથાવત, સમજૌતા એક્સપ્રેસ બાદ હવે લાહોર બસ સેવા રોકી

ન્યુઝ ડેસ્ક: જમ્મુ કાશ્મીરને લઇને ભારત તરફથી કરેલા નિર્ણય પછી પાકિસ્તાન ગભરાય ગયુ છે અને સતત એક પછી એક ભારતને જોડતી સેવાઓ બંધ કરી રહ્યું છે. હવે, પાકિસ્તાને પાકિસ્તાન અને ભારત વચ્ચે દોડતી બસને રોકી છે. તેની સાથે જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે લાહોરથી નવી દિલ્હી ચાલતી બસ સેવાને બંધ કરી છે. તે પહેલા પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને પણ રોકી હતી.

પાકિસ્તાને હવે લાહોર બસ સેવા રોકી, ETV BHARAT

By

Published : Aug 10, 2019, 8:07 AM IST

બસ સેવા રોક્યા પહેલા જમ્મુ કાશ્મીરથી કલમ 370 રદ કર્યા બાદ પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને રોકી હતી. પાકિસ્તાને ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને ટ્રેનને આગળ લઇ જવા મનાઇ ફરમાવી હતી. ત્યાર બાદ તેને થાર એક્સપ્રેસને પણ રોકી હતી. હવે તો લાગી રહ્યું છે કે પાકિસ્તાને કાશ્મીરથી કલમ 370 રદ કરવાનો મુદ્દો આંતરરાષ્ટ્રીય બનાવી દીધો છે.

જણાવી દઇએ કે ભારતે જ્યારથી કલમ 370ને રદ કરી છે ત્યારથી પાકિસ્તાન ગભરાય ગયુ છે અને ભારત વિરૂદ્ધ અવળચંડાઇ કરવાનો એક પણ મોકો છોડતું નથી.

ABOUT THE AUTHOR

...view details