સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો ખૂબ જરુરી છે. ખાસ કરીને ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સે વિશેષ ચીવટ રાખવી પડે છે. જો એવુ કરવામાં ચૂક થાય તો પાકિસ્તાનના પ્રધાન શૌકત યુસૂફજઈ જેવી સ્થિતીમાં મુકાવું પડે. તેમની સાથે શનિવારે જબરજસ્ત ઘટના ઘટી હતી. જેના કારણે તેમનો સોશિયલ મીડિયા ઉપર મજાક ઉડી રહ્યો છે.
સાવધાની હટી દુર્ઘટના ઘટી, FB લાઈવ વખતે પાકિસ્તાનના પ્રધાનનો દાવ થઈ ગયો - pakistan ministers
ન્યુઝ ડેસ્કઃ સોશિયલ મીડિયામાં જો સાવધાની ના રખાઈ તો હાસ્યાસ્પદ અથવા તો શરમજનક સ્થિતીમાં મુકાવું પડે છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાનની પણ આવી જ હાલત થઈ છે. FB લાઈવ દરમિયાન પ્રધાન બિલાડી બની ગયા હતા. આ આખો મામલો ઘણો જ રસપ્રદ અને રમૂજી છે.
ખૈબર પખ્તુનખ્વાના માહિતી પ્રસારણ પ્રધાન શૌકત યુસૂફજઈ અને તેમના અન્ય પ્રધાન ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે જ ભૂલથી કેટ ફિલ્ટર ચાલુ થઈ ગયુ હતું. તરત જ સોશિયલ મીડિયા પર તેમની બિલાડીના કાન અને મૂંછવાળી તસવીરો અને વીડિયો વાઈરલ થયા હતાં. બિલાડી બની ગયેલા આ પ્રધાનના વાઈરલ વીડિયો ખૂબ જ હાસ્યાસ્પદ બન્યા હતાં. ટ્વિટર પર એક યુઝરે તેમને બિલાડી જેવી તસવીરોમાં ક્યુટ લાગતા હોવાનું લખ્યું છે.
સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો ખૂબ જરુરી છે. ખાસ કરીને ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સે વિશેષ ચીવટ રાખવી પડે છે. જો એવુ કરવામાં ચૂક થાય તો પાકિસ્તાનના પ્રધાન શૌકત યુસૂફજઈ જેવી સ્થિતીમાં મુકાવું પડે.