ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતની વિરુદ્વમાં પાકિસ્તાન ચીનને કરશે ફરીયાદ - પાકિસ્તાન

ઈસ્મલામાબાદઃ ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કરી છે. જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. ભારત સરકારના આ નિર્ણય બાદ પાકિસ્તાન ચિંતામાં મુકાયુ છે. ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિ છે. આ વચ્ચે પાકિસ્તાન હવે ચીનનાં શરણે જવાનું વિચારી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશપ્રધાને ભારતની વિરુદ્વમાં ચીનને ફરીયાદ કરવાની વાત કરી છે.

ભારતની વિરુદ્વમાં પાકિસ્તાન ચીનને કરશે ફરીયાદ

By

Published : Aug 9, 2019, 8:24 PM IST

પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશી જમ્મુ-કાશ્મીર મામલે ચીન સાથે ચર્ચા કરવા શુક્રવારે રવાના થયા છે. પાકિસ્તાને ભારતના આ નિર્ણયને 'એકતરફી અને ગેરકાયદેસર' ગણાવ્યો છે. આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે લઈ જશે. ભારતના નિર્ણય પછી પાકિસ્તાને વ્યાપારના સબંધો તોડ્યા છે. ભારતના રાજદૂતોને પણ પાકિસ્તાન છોડવા આદેશ આપી દીધો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કુરૈશીએ ચીન જતાં પહેલા ભારત તેના ગેરબંધારણીય નિર્ણયોથી શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાન ચીની નેતૃત્વને વિશ્વાસમાં લેશે. કુરેશીએ કહ્યુ કે,"ચીન માત્ર પાકિસ્તાનનું મિત્ર નથી, પરંતુ એક મહત્વનો દેશ પણ છે. ભારતે કરેલા માનવઅધિકારોના ઉલ્લંઘન વિશે ચીનને જાણકારી આપીશું. ચીનનો પ્રવાસ કાશ્મીર અંગે ભારતના નિર્ણય પછી આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજૂટ કરવાના પ્રયાસના ભાગરુપે છે.

ABOUT THE AUTHOR

...view details