પાકિસ્તાનનું એર સ્પેસ બંધ હોવાના કારણે એર ઈન્ડિયાને નવી દિલ્હીથી અમેરિકા જવામાં બે ત્રણ કલાકનો વધારે સમય લાગતો હતો. ભારતના પેસેન્જર પ્લેન પાકિસ્તાન ઉપરથી યુરોપ, ઉત્તર અમેરિકા અને ખાડી દેશો તરફ જઈ શકશે.
પાકિસ્તાને ભારત માટે એર સ્પેસ ખોલી, બાલાકોટ એર સ્ટ્રાઈક સમયથી હતી બંધ - indian flights
નવી દિલ્હી: બાલાકોટ એક સ્ટ્રાઈકના 140 દિવસ બાદ પાકિસ્તાને એર સ્પેસને ખોલી દીધી છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના તરફથી જાહેર કરવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન એર સ્પેસને બધા નાગરિકો ટ્રાફિક માટે ખોલી દેવામાં આવી છે. પાકિસ્તાન એર સ્પેસ બંધ હોવાથી એરઈન્ડિયાને 491 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું હતું.

ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ પુલાવામા હુમલા પછી 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદની આતંકી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી હતી. તેના આગલા દિવસે પાકિસ્તાન વિમાને કાશ્મીરમાં ધૂસણખોરીનો નિર્ણય કર્યો હતો. ત્યારથી પાકિસ્તાને એર સ્પેસ બંધ રાખવામાં આવી હતી. જેને હવે ખોલી દેવામાં આવી છે.
Last Updated : Jul 16, 2019, 10:14 AM IST