આ વાત પર ભાર મુકતા બંને દેશ પરમાણુ શક્તિ સંપન્ન છે, CM અમરિંદરે સોમવારે કહ્યું કે, સામૂહિક વિનાશના શસ્ત્રોનો ઉપયોગ કોઈ પણ દેશના હિતમાં નહીં હોય, પરંતુ ઈસ્લામાબાદ અન્ય યુદ્ધોમાં હારવાની સ્થિતિમાં તેવું કરી શકે છે.
ભારતની સાથે પરમાણુ યુદ્ધથી અચકાશે નહી પાકિસ્તાન : CM અમરિંદર - Amritsar
અમૃતસરઃ પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો પાકિસ્તાનને લાગશે કે તે પારંપારિક યુદ્ધમાં હારી રહ્યા છે તો તે પોતાના પરમાણુ હથિયારોનો પ્રયોગ કરવાથી અચકાશે નહી.
અમરિંદરે પુલવામા હુમલાને ધ્યાને રાખીને જણાવ્યું કે, ભારતીય વાયુસેનાના હુમલાએ સમસ્યાનો સામનો કરવા ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે હાલમાં હુમલામાં માર્યા ગયા આતંકવાદીઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, 'ચાહે એક મારવામાં આવ્યો હોય અથવા 100, પરંતુ આ સંદેશ સ્પષ્ટ છે કે ભારત પોતાના સૈનિકોની શહીદી અથવા નાગરિકોને મારનારને એમ નહી છોદી દે.' પાકિસ્તાન ભયંકર આર્થિક તંગીથી ગુજરી રહ્યું છે અને બીજા ઈસ્લામિક દેશોના સહારે જીવે છે તે ભારત સાથે સંપૂર્ણ યુદ્ધના ખતરાને સહન ન કરી શકે. બંને દેશ પરમાણુ શક્તિથી સંપન્ન છે અને પાકિસ્તાન પોતાને વિષમ પરિસ્થિતિઓમાં ફસાયેલા જોઈને ગભરાટમાં પરમાણુ શસ્ત્રોનો પ્રયોગ કરી શકે છે.