જર્મનીના વિદેશ પ્રધાને એક નિવેદન આપતા જણાવ્યું કે, પાકિસ્તાને ખાતરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન તેની નાપાક હરકતોને અંજામ આપી ન શકે.
ભારત-પાક. સંયમ રાખે, આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે PAK - against
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે જાપાન અને જર્મનીએ બંને દેશોને ધીરજ રાખવા કહ્યું છે. જેથી પરિસ્થિતી વધુ વણશે નહીં. તેની સાથે જ બંને દેશોએ પાકિસ્તાનને કહ્યું કે, તે આતંકવાદની સામે કડક કાર્યવાહી કરે.
સ્પોટ ફોટો
તો બીજી બાજું જાપાની વિદેશ પ્રધાને જણાવ્યું કે, તેમનો દેશ 14 ફેબ્રુઆરી 2019નાં રોજ આતંકવાદીએ જે હુમલો કર્યો છે, તેની આકરી ટીકા કરી રહ્યો છે અને તેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, તેમનો દેશ કાશ્મીરની હાલતને લઇને વધુ ચિંતિત છે. વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદની સામે આકરા પગલા ભરે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા તણાવને લઈ જાપાને બંને દેશોને ધીરજ રાખવા કહ્યું છે.