નવી દિલ્હી: સુરક્ષા એજન્સીઓએ સૈનિકો અને અર્ધલશ્કરી દળોને ચેતવણી આપી છે કે, ખરાબ ઇરાદા સાથે પાકિસ્તાન દ્વારા 'આરોગ્ય સેતુ એપ્લિકેશન' જેવું મોબાઈલ એપ્લિકેશન આવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, જેનો હેતુ સંવેદનશીલ માહિતી ચોરી કરવાનો છે. એક માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, આ બનાવટી એપ યુઝર વૉટ્સએપ પર, એસએમએસ, ઇમેઇલ અથવા ઇન્ટરનેટ આધારિત સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ લિંક દ્વારા માહિતી મેળવી શકે છે.
જેમાં કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓએ સત્તાવાર વેબસાઇટ MyGov.in પરથી આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. પરામર્શની નકલ મુજબ, 'ડાઉનલોડ દરમિયાન નકલી એપ્લિકેશન યુઝરને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા અને વધારાના એપ્લિકેશન પેકેજો ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવા કહે છે.'