જમ્મુ કાશ્મીર: પાકિસ્તાની સેનાએ રવિવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જેવા સરહદી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC)ની આજુબાજુની ચોકી અને ગામોને નિશાન બનાવી રહ્યા છે.
પાકિસ્તાનની નાપાક હરકત, LOC પાસે ફરીથી યુદ્ધ વિરામનો ભંગ
પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જેવા જોડિયા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની આજુબાજુના વિસ્તારોમાં આગળ વધી રહી છે. આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ ગોળીબાર પણ કર્યો હતો.
ભારતીય સેના
આ બાાબતે સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને તાજેતરમાં પૂંછ જિલ્લાના બાલાકોટ સેક્ટર અને રાજૌરી જિલ્લાના માંજકોટ સેક્ટરમાં યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રવક્તાએ જણાવ્યું કે, રાત્રે 9.00 કલાકે બાલાકોટ સેક્ટરમાં LOC નજીક નાના હથિયારો અને મોર્ટારથી ગોળીબાર કરીને પાકિસ્તાને બિનઆયોજિત યુદ્ધવિરામ ભંગની શરૂઆત કરી હતી. બાદમાં પાકિસ્તાને માંજકોટ સેક્ટરને પણ નિશાન બનાવ્યું હતું. ભારતીય સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો છે.