શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બરમૂલા જિલ્લામાં નાકાબંધી ગોઠવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, આતંકવાદીની ઓળખ દાનિશ ફકરુ છે. તે બારામૂલાની ચિશ્તી કોલોનીનો રહેવાસી છે.
જમ્મુ-કાશ્મીરઃ બરમૂલામાં એક આતંકીની કરાઈ ધરપકડ - બરમૂલામાં એક આતંકીની કરાઈ ધરપકડ
જમ્મુ-કાશ્મીરના બારમૂલા જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત કરી આતંકીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. બીજી એક ઘટનામાં કાશ્મીરના કુલગામ જિલ્લામાં અલ્સટૉપ મીર બજારમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા હતાં.
અઘિકારીના જણાવ્યાનુસાર, "સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. જેથી વધુ માહિતી સામે આવી નથી. બીજી ઘટનામાં પોલીસે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં અલ્સટૉપ મીર બજારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી."
આગળ વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, "પકડાયેલા બે વ્યક્તિઓમાંથી એકની ઓળખ અહમદ મંટૂ છે. જે કુલગામના ખુદવાનીમાં રહે છે. જ્યારે બીજા વ્યક્તિની ઓળખ હજુ સુધી સામે આવી નથી. આ આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને ત્રણ ગ્રેન્ડ સહિત રોકડા પૈસા મળ્યા હતાં. જેને પોલીસે જપ્ત કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે. "