ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને NCO સંમેલનમાં કરી ચૂક, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ - social media

બિશ્કેકઃ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત શંઘાઈ સહયોગ સંગઠન સમ્મેલનના ઉદ્ઘાટન પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વ્યૂહાત્મક પ્રોટોકોલ તોડી નાખ્યો, જેના કારણે તેમને શર્મસાર કરનાર આ ઘટના માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે.

hd

By

Published : Jun 14, 2019, 10:33 PM IST

પાકિસ્તાનમાં સત્તારૂઢ ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ(પીટીઆઈ)ના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ દ્વારા શેયર કરેલા એક વીડિયોમાં ગુરૂવારે યોજાયેલ સમ્મેલનમાં સભાખંડ ઈમરાન ખાન બેઠેલા દેખાય છે. જ્યારે અન્ય નેતાઓ વિવિધ રાષ્ટ્રના વડાઓ અને પ્રતિનિધિઓના સ્વાગત માટે ઉભા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને NCO સમ્મેલનમાં કરી ચૂક, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
તેમના નામની બૂમ પડતા તેઓ કેટલીક ક્ષણ માટે ઉભા થયા અને અન્ય લોકો સામે પ્રોટોકોલ તોડીને બીજીવાર બેસી ગયા હતા.વિડીયો વાયરલ થયા બાદ સોશ્યિલ મીડિયા પર તેઓ ખૂબ ટ્રોલ થવા લાગ્યા.આ પહેલીવાર નથી જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ઈમરાન ખાને ભૂલ કરી હોય. આ અગાઉ તેઓએ સઉદી અરબમાં આયોજિત ઈસ્લામિક સહયોગ સંગઠનના 14માં સમ્મેલનમાં રણનીતિક પ્રોટોકૉલ તોડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details