માછીલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી)ની બાજુમાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. જેમાં એકનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ, તેઓ સારવાર હેઠળ છે.
પાકિસ્તાનની નાપાક હરકત, જમ્મુ કાશ્મીરમાં કર્યો ગોળીબાર, 1નું મોત - પાકિસ્તાન ન્યૂઝ
શ્રીનગરઃ પાકિસ્તાનની ફરી નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 1નું મોત થયું છે અને 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં કર્યો ગોળીબાર
મળતી માહિતી પ્રમાણે, ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના હુમલાનો વળતો જવાબ આપ્યો હતો. મંગળવારે રાત્રે પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરવામાં આવી હતી. આ હુમલામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે,જેને તાત્કાલિક ધોરણે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.