PM મોદીની અમેરિકાની યાત્રા માટે પાકિસ્તાને એરસ્પેસ ખોલવાની ના પાડી - પાકિસ્તાનના વિદેશપ્રદાન શાહ મહમૂદ કુરૈશી
ઈસ્લામાબાદ: ભારતે પાકિસ્તાનને અપલી કરી હતી કે, વડાપ્રધાન મોદી માટે 21 સપ્ટેમ્બરે જર્મની થઈને અમેરિકા જવા માટે અને 28 સપ્ટેમ્બરે પાછા આવવા માટે પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કરવા દે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતને એરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી છે.
air space
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે જર્મની થઈને અમેરિકા જવાના છે. અમેરિકામાં વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે "હાઉડી મોદી" કાર્યક્રમમાં ભાગ લેશે. જે બાદ વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.