ઇસ્લામાબાદ: કુલભૂષણ જાધવના મામલે કેસ લડવા માટે ભારતીય વકીલની નિમણૂકની માંગ કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાને ભારતની આ માંગને નકારી છે.
કુલભૂષણ જાધવ કેસ: પાકિસ્તાન ભારતીય વકીલને કેસ નહી લડવા દે, કાયદો બદલવાનો પણ ઇનકાર - ભારતીય વકીલની નિમણૂકની માંગ નકારી
કુલભૂષણ જાધવના મામલે કેસ લડવા માટે ભારતીય વકીલની નિમણૂક કરવા માગ કરવામાં આવી હતી. પંરતુ પાકિસ્તાને ભારતની આ માંગને પુરી કરવાનો ઈનકાર કર્યો છે.
![કુલભૂષણ જાધવ કેસ: પાકિસ્તાન ભારતીય વકીલને કેસ નહી લડવા દે, કાયદો બદલવાનો પણ ઇનકાર કુલભૂષણ જાધવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8758300-706-8758300-1599788902436.jpg)
કુલભૂષણ જાધવ
પાકિસ્તાને તેના સ્થાનિક કાયદામાં ફેરફાર કરવાના વિકલ્પને નકારી દીધો છે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ઠપકો ખાનારા પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસની સુનાવણી 6 ઓક્ટોબરના રોજ રાખી છે.
ઇસ્લામાબાદ હાઈ કોર્ટે કહ્યું કે ભારતને કુલભૂષણ માટે એડવોકેટની નિમણૂક કરવાની બીજી તક આપવી જોઈએ.