પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) એ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને ભારતીય સેનાઓ નિષ્ફળ બનાવ્યો હતો.
પાક BAT કમાંડો-આતંકી કરી રહ્યા હતા ઘૂસણખોરીનો પ્રયાસ, ભારતીય સેનાએ આપી માત - latest news of india
નવી દિલ્હી: પાકિસ્તાનના BAT કમાંડો Pokના લોંચિંગ પેડમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યું હતું. ઓગસ્ટમાં સેનાએ સીમા નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા 15 વખત કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યા હતા.
Etv Bharat
બોર્ડર એક્શન ટીમ (BAT) તરફથી ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગૃપ (SSG) ના કમાંડો અને આતંકિઓ પર ભારતીય સેનાએ ગ્રેનેટ હુમલો કર્યો અને તેમના પ્રયાસોને નિષ્ફળ કર્યા હતા. જણાવી દઈએ કે, ઓગસ્ટમાં સેનાએ સીમા નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા 15 વખત કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યા હતા.