નવી દિલ્હીઃ શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં શિવસેનાએ કહ્યું છે કે, "પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલાં મુસ્લિમોને ભારતની બહાર હાંકી કાઢવા જોઈએ. તેમાં કોઈ બેમત નથી.
પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોને ભારતથી હાંકી કાઢોઃ શિવસેના - બાંગ્લાદેશ અને પાકિસ્તાન વિશે શિવસેનાનું વિવાદિત નિવેદન
શિવસેના હંમેશા તેના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહે છે. હાલમાં જ શિવસેનાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમો અંગે ટિપ્પણી કરી હતી. કહ્યું હતું કે, "પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોને ભારતની બહાર ધકેલી દેવા જોઈએ."
shiv-sena
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી CAA અને NRCને લઇને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. તો દિલ્હીમાં આ મુદ્દાને લઈ ઉગ્ર આંદોલનો ચાલી રહ્યાં છે, ત્યારે શિવસેનાએ આપેલા વિવાદિત નિવેદનના કારણે રાજકીય માહોલ ગરમાયું છે. આ સાથે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.