રાફેલ વિમાન પૂજાનો મામલોઃ પાકિસ્તાની સેનાના વડા આવ્યા રાજનાથસિંહની વ્હારે
પાકિસ્તાન : ભારત વિરૂદ્ધ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે અચાનક જ ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહની રાફેલ શસ્ત્ર પુજાનો બચાવ કર્યો હતો. ફ્રાંસ પાસેથી મળેલા પહેલા રાફેલ યુદ્ધ વિમાનની રાજનાથ સિંહે શસ્ત્રપુજા કરી હતી જે મુદ્દો સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ખુદ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે કહ્યું છે કે, રાફેલની પૂજા કરવી એમાં કંઈ જ ખોટું નથી કારણ કે તે ધર્મને અનુરૂપ છે.
રાફેલ વિમાનની રાજનાથ સિંહે કરેલી પૂજાને લઈને પાકિસ્તાનના આર્મી પ્રવક્તાએ આપ્યું નિવેદન
પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે રાજનાથ સિંહના બચાવ કરતાં કહ્યુ કે, ધાર્મિક રીતિ-રિવાજો મુજબ, રાફેલની પૂજા કરવામાં આવી અને તેનું સન્માન કરવું જોઈએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે, રાફેલ જેટ માત્ર એક મશીન નથી.દરેક ફાઇટર પ્લેન ઉડાવનાર પાયલટના સામર્થ્ય, જોશ અને સંકલ્પથી જોડાયેલું મશીન હોય છે.