જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાન સેનાએ મંગળવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાના સંયુક્ત ક્ષેત્રમાં LOCની બાજુમાં ફોરવર્ડ પોસ્ટ્સ અને ચોકી પર ગોળીબાર તેમજ તોપમારો કર્યો હતો.
પાક સેનાની આડોળાઈ, ભારતીય ચોકી પર કર્યું ફાયરિંગ - સંરક્ષણ પ્રવક્તા
પાકિસ્તાન સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાના સંયુક્ત વિસ્તારમાં LOCની બાજુમાં ફોરવર્ડ પોસ્ટ્સ અને ચોકી પર ફાયરિંગ કર્યું હતું.
LOC
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મંગળવારે લગભગ 20:30 કલાકે પાકિસ્તાન સેનાએ માંજકોટ સેક્ટર, જિલ્લા રાજૌરીમાં LOC પર નાના હથિયારોથી ગોળીબાર કરીને મોર્ટાર સાથે તીવ્ર ગોળીબાર કરીને બિનઆયોજીત યુદ્ધવિરામ ભંગ શરૂ કર્યો હતો.
પાકિસ્તાન સેના જવાનોએ મંગળવારે મોડીરાતે પૂંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં LOC પર આગળના વિસ્તારમાં ભારે તોપમારો કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.