જો કે, આ અગાઉ પાકિસ્તાનની સેનાએ ઘણી મહેનત કરી પોતાના મૃતદેહ લઈ જવા માટે પણ ભારતીય સેનાએ એક પણ મોકો આપ્યો નહોતો. ત્યાર બાદ મજબૂર થયેલા પાકિસ્તાનને આખરે સફેદ ઝંડો બતાવી આત્મ સમર્પણ કર્યા સિવાય અન્ય કોઈ રસ્તો ન હોવાથી શાંતિની પહેલ કરી હતી.
JK: પાકિસ્તાને સરહદ પર કર્યું આત્મ સમર્પણ, સફેદ ઝંડો બતાવી મૃતદેહ લઈ ગયા - સમર્પણ અથવા તો યુદ્ધ વિરામનો સંકેત
શ્રીનગર: ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરની અલગ અલગ જગ્યાએ પર વારંવાર હુમલો કરી સ્થાનિક લોકોને હેરાન કરતા પાકિસ્તાનના બે સૈનિકોના ઠાર કર્યા છે. હેમંશા પોતના સૈનિકોના મોતની ખબરથી ભાગતા રહેતા પાકિસ્તાનને આખરે ઘૂંટણીએ પડી આજે યુદ્ધવિરામનો રસ્તો અપનાવવો પડ્યો છે.
pak army raise white flag
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ વીડિયો જમ્મુ કાશ્મીરના હાઝીપુર સેક્ટરના 10/11 સપ્ટેમ્બર વચ્ચેનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાનના સૈનિકો દ્વારા સફેદ ઝંડો ઊગામી પોતાની સૈનિકોના મૃતદેહને લઈ જઈ રહ્યા છે.સેનાની ભાષામાં સફેદ ઝંડો બતાવવો એટલે આત્મ સમર્પણ અથવા તો યુદ્ધ વિરામનો સંકેત માનવામાં આવે છે.