ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને LOC પર તૈનાત કર્યા 2000 સૈનિકો, પાકની દરેક હિલચાલ પર ભારતની નજર - ભારતીય સેના

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલાંથી જ તણાવ છે. આ વચ્ચે પાકિસ્તાને LOC પર પોતાની સેના ખડકી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એલઓસીના બાગ અને કોટલી સેક્ટર નજીક 2000 સૈનિકોની તૈનાતી કરી છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની  સેનાની દરેક હલચલ પર નજર રાખી રહી છે.

પાકિસ્તાને LOC પર તૈનાત કર્યા 2000 સૈનિકો, પાકની દરેક હિલચાલ પર ભારતની નજર

By

Published : Sep 6, 2019, 3:38 AM IST

Updated : Sep 6, 2019, 3:57 AM IST

ભારતીય સૈન્યના સૂત્રોના મતે સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા 2000 જેટલી છે. પાકિસ્તાની સૈન્યએ એવા સમયમાં એલઓસી પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે જ્યારે તે કાશ્મીરમા એકવાર ફરી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ ઉપરાંત પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા હવાતીયા મારી રહ્યુ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં આતંકી કેમ્પ પણ ચાલી રહ્યા છે. તેમજ આતંકી પ્રવૃતિઓમાં યુવાનોની મોટાપાયે ભરતી ચાલી રહી છે. પાકિસ્તના સેનાની સુરક્ષાકવચ વચ્ચે આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરાવવાની પણ કોશિશ કરી શકે છે.

ગુરુવારે ભારતે UAPA અંતર્ગત હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ, મસૂદ અઝહર અને લખવીને આતંકવાદી જાહેર કર્યા પછી સરહદ પર સૈનિકોની તૈનાતી તેની પ્રતિક્રિયા ગણાઈ રહી છે.

Last Updated : Sep 6, 2019, 3:57 AM IST

ABOUT THE AUTHOR

...view details