એક્સપ્રેસ ટ્રિબ્યુનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના ડેપ્યુટી કમિશનર મહેમૂદ વજીરે શનિવારના રોજ જણાવ્યું હતું કે, બે દેશ વચ્ચેના 18 સરહદ માર્ગોમાંથી તોરખામ માર્ગને પહેલીવાર વેપાર માટે ખોલવામાં આવે છે. તોરખામ પાકિસ્તાનના ખૈબર જિલ્લા અને અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતની સરહદને જોડતો માર્ગ છે. આ પહેલા પણ તોરખામ માર્ગને 12 કલાક માટે ખોલવામાં આવ્યો હતો. જેના કારણે બંને તરફના ટ્રકચાલકોને રાતભર જાગવું પડ્યું હતું.
24 કલાક માટે ખુલ્લી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ, વેપારને મળશે મદદ - અફઘાનિસ્તાનની વચ્ચેના મુખ્ય સીમા માર્ગ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચેની મુખ્ય સરહદ માર્ગને 24 કલાક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય બે પાડોશી દેશ વચ્ચેના વ્યાપારને ગતિ આપવા માટે લેવાયો હતો.
ETV BHARAT
અધિકારીએ જણાવ્યું હતું કે, સરહદને ચકાસણી હેતુથી છેલ્લા પાંચ દિવસથી 24 માટે ખોલવામાં આવી હતી. જે દરમિયાન લગભગ 16000 જેટલાં ટ્રકો પસાર થયાં હતા. વજીરે આ અંગે જણાવ્યું હતું કે, "અફઘાન અધિકારીઓની સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તોરખામ સરહદ પર 18 સપ્ટેમ્બરે પહોંચવાના છે. જેથી 24 કલાક માટે સરહદ ખોલવા માટેનું ઔપચારિક ઉદ્ઘાટન થવાની સંભાવના છે."