આ પુરસ્કાર મેળવનારોઓમાં 8 ગુજરાતી પણ સામેલ હતાં. જેમાં રાષ્ટ્રપતિ કોવિંદે ગણપતભાઈ પટેલને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે પ્રદાન બદ્દલ પદ્મશ્રી એનાયત કર્યો હતો. ગણપત પટેલ ગણપત યુનિવર્સિટી, મહેસાણાના પ્રમુખ છે. ગણપત પટેલને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ-અનુદાન આપવા માટે આ સન્માન એનાયત થયું છે.
રાષ્ટ્રપતિ કોવિંદે બિમલ પટેલને સ્થાપત્યના ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો હતો. તેઓ CEPT યુનિવર્સિટીના પ્રમુખ, નગર આયોજક અને શિક્ષણવિદ છે. તેઓએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, IIM અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.