ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદલ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એનાયત કરાયા છે. રાજકારણ, સાહિત્ય કાર્ય, સાહિત્ય કળા, સંશોધન જેવા વિવિધ ક્ષેત્ર માટે સન્માન આપવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે આ એવોર્ડ સમારંભનું આયોજન થાય છે. સરકાર આ એવોર્ડ વિતરણ માટેના લોકોના નામની ચર્ચા કરી અંતિમ યાદી તૈયાર કરી તેમના નામની જાહેરાત કરે છે. આ વખતે 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. જેમાંથી 8 ગુજરાતીઓને પણ આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ વખતે 21 મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાશે. જેમાં જગદીશ જલ આહૂજા, મોહમ્મદ શરીફ અને મુન્ના માસ્ટરનું નામ સામેલ છે. ઉપરાંત જાવેદ અહેમદ ટેક, સામાજિક કાર્યકર્તા સત્યનારાયણ મુનડ્યૂર, એસ રામકૃષ્ણ, યોગી એરોનને પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ગુજરાતમાંથી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ અને શાહબુદ્દીન રાઠોડ, સુધીર જૈન અને યાઝદી નાઓશીરવાન કર્નજીયા સહિત 8 લોકોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
બાલકૃષ્ણ દોશી જે એક આર્કિટેક્ચર છે. જેમનો જન્મ પુનામાં થયો હતો. દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે. લી કોર્બસીયા સાથે ૧૯૫૧-૧૯૫૪ સુધી પેરિસમાં કાર્ય કર્યા પછી તેઓ અમદાવાદના પ્રોજેક્ટની દેખરેખ રાખવા અમદાવાદ આવ્યા. જયાં ૧૯૬૨માં તેઓએ સ્કુલ ઓફ આર્કીટેક્ચર ચાલુ કરી. માર્ચ ૨૦૧૮માં તેઓએ પ્રીઝકર આર્કીટેક્ચર પ્રાઈઝ એનાયત થયો. આ ઈનામ આર્કીટેક્ટ ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર મનાય છે. આ ઈનામ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય આર્કિટેક્ટ બન્યા. વર્ષ 1976માં તેમણે ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.