રાજસ્થાનઃ બીકાનેરના રજવાડાના મહારાજા સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહના પત્ની પદમાકુમારીનું સોમવારે મોડી રાત્રે બિકાનેરની હલ્દીરામ મૂળચંદ હાર્ટ હોસ્પિટલમાં નિધન થયું હતું. મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે પૂર્વ રાણીને હ્રદય સંબંધી સમસ્યાના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. થોડા સમય બાદ હાલત વધુ ગંભીર થતાં તેમનું નિધન થયું હતું. આ દરમિયાન, ધારાસભ્ય સિદ્ધિ કુમારી અને તેની બહેન મહિમા કુમારી સહિતના રાજવી પરિવાર સાથે સંકળાયેલા લોકો હોસ્પિટલમાં હાજર હતા.
બીકાનેરના મહારાજા સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહના પત્ની પદમાકુમારીનું થયું નિધન - latest news of former Maharani of Bikaner
બીકાનેર રજવાડીમાં સોમવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ રાણી પદમાકુમારીનું સોમવારે મોડી રાત્રે નિધન થતાં શોકનો માહોલ સર્જાયો છે.
પૂર્વ મહારાણી પદ્માવતી હિમાચલ પ્રદેશની ચંબાના રાજવી પરિવારથી હતા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે રાખવામાં આવ્યા છે. હાલ, તેમનો મૃતદેહ બીકાનેરના પ્રાચીન કિલ્લામાં રાખવામાં આવ્યો છે. મંગળવારે ત્યાંથી તેમની અંતિમ યાત્રા દેવીકુંડ સાગર જવા રવાના થશે.
ઉલ્લેખનીયય છે કે, રાણી પદમા કુમારીના પતિ અને બીકાનેરના પૂર્વ મહારાજા નરેન્દ્રસિંહનું વર્ષ 2003માં અવસાન થયું હતું. ત્યારબાદ તે લાલગઢમાં રહેતા હતા. વર્ષ 2008માં મહારાણી પદમા કુમારીએ ધારાસભ્ય સિધ્ધિ કુમારીની ચૂંટણીથી સતત ત્રણેય ચૂંટણીઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો.