ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના ઇફેક્ટઃ કેન્દ્રએ રાષ્ટ્રીય આપદા જાહેર કરી, પદ્મપુરસ્કાર સમારંભ પણ રદ - ભારતમાં અમેરિકી એમ્બેસી

ભારતમાં કોરોના વાયરસથી અસરગ્રસ્તના અત્યાર સુધી 84 કેસ સામે આવ્યાં છે. જેમાં કર્ણાટકના 76 વર્ષીય વ્યક્તિ અને દિલ્હીમાં 69 વર્ષીય મહિલાનું મોત થયું છે.

ETV BHARAT
ભારતમાં કોરોનાના ભયના કારણે પદ્મ પુરસ્કાર સમારોહ કાર્યક્રમ સ્થગિત

By

Published : Mar 15, 2020, 8:12 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં અમેરિકી એમ્બેસીએ 16 માર્ચથી વિઝા સંબંધી પ્રક્રિયાઓ રદ કરી દીધી છે. કોરોના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાયલ મુજબ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે. આ દરમિયાન ભારત સરકારે 3 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનારા પદ્મ પુરસ્કાર સમારોહને સ્થગિત કરી નાખ્યો છે. જ્યારે ઉત્તરાખંડ સરકારે કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાયલ મુજબ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે. જ્યારે ભારતમાં અમેરિકી એમ્બેસી અને કોમર્સ એમ્બેસીએ કોરોનાને ધ્યાનમાં રાખીને 16 માર્ચથી વિઝા સંબંધી પ્રક્રિયાઓ રદ કરી દીધી છે.

અમેરિકી એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ભારતમાં અમેરિકી એમ્બેસી અને કોમર્સ એમ્બેસીએ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને 16 માર્ચ 2020 અને પ્રવાસી તથા ગેર પ્રવાસી વિઝા પ્રક્રિયાઓ રદ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details