નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ભારતમાં કોરોના વાયરસથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા અત્યાર સુધી 84 થઈ છે. જેમાંથી બે લોકોના મૃત્યુ થયાં છે. પ્રથમ કર્ણાટકમાં 76 વર્ષની વ્યકિત અને દિલ્હીમાં 69 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે.
કોરોનાનો કહેર યથાવત: રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પદ્મ એવોર્ડ સમારોહ સ્થગિત
કોરોના વાયરસના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પદ્મ પુરસ્કાર સમારોહ સ્થગિત કરવામાં આવ્યો છે. આ સમારોહ 3 એપ્રીલના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવાનો હતો.
કોરોનાનો કહેર યથા રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પદ્મ એવોર્ડ સમારોહ સ્થગિત
કોરોના વાયરસા ફેલાવાના પગલે અમેરિકી દૂતાવાસે 16 માર્ચથી વીઝાની સમગ્ર પ્રકિયા રદ્દ કરી છે. કેન્દ્ર સરકાર કોરોના વાયરસને કારણે મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરશે. ભારત સરકારે 3 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પદ્મ એવોર્ડ્સ સમારોહ સ્થગિત કર્યો છે.
કોરોના વાયરસના કારણે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમમો પણ રદ કરવામાં આવ્યા છે. ત્યારે 3 એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પદ્મ પુરસ્કાર સમારોહ સ્થગિત કરવામાં આવ્યો છે.