મોદી દેશ ચલાવતા હતાં કે PUBG રમતાં હતા : ઓવૈસી - Gujarati news
ન્યુઝ ડેસ્કઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના નેતા અસદુદ્દિન ઓવૈસીએ BJPના અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર તીખો વાર કર્યો છે, તો એયર સ્ટ્રાઈક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. ઓવૈસીએ કહ્યું કે, PM નરેન્દ્ર મોદી પાંચ વર્ષ સુધી દેશ ચલાવતા હતાં કે PUBG રમી રહ્યાં હતાં ? વધુમાં PM મોદીની ટીકા કરતા પોતાના ટ્વિટને PMOના સત્તાવાર ટ્વિટર હૈંડલને ટેગ પણ કર્યુ છે.
ડીઝાઈન ફોટો
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં એક રેલી સંબોધતા અમિત શાહે સર્જિકલ સ્ટ્રાઈક અને એયર સ્ટ્રાઈકને લઈ વડાપ્રધાન મોદીની ખુબ પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે મોદીએ પુલવામા હુમલાના 13 દિવસમાં જ આપણે હુમલાનો વળતો જવાબ આપી બદલો લીધો હતો. શાહના આ નિવેદન પર ઓવૈસીએ ટ્વિટ કરી લખ્યું કે, "મોદીની સેના, મોદીની એયરફોર્સ, મોદીનો ન્યુક્લિયર પટાકા, પાંચ વર્ષમાં જે દેશનું હતું તે બધુ મોદીનું થઈ ગયું. મોદી દેશ ચલાવતા કે PUBG રમતા હતાં?"