ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓવૈસીએ 8મી એપ્રિલની બેઠકમાંથી AIMIMને બાદ કરતાં PM મોદીની નિંદા કરી - latest news of lock down

AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ PM મોદીને 8મી એપ્રિલની બેઠકથી તેમના પક્ષને બાકાત રાખવા બદલ નિંદા કરી હતી. દેશમાં કોરોના વાઈરસના ખતરા સાથે લડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ રાજકીય પક્ષોના ફ્લોર નેતાઓ સાથે વાતચીત કરશે.

AIMIM
AIMIM

By

Published : Apr 5, 2020, 1:36 PM IST

હૈદરાબાદ: AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મી એપ્રિલની બેઠકમાં AIMIMના પ્રતિનિધિને ભાગ ન લેવા દઈને હૈદરાબાદ અને ઔરંગાબાદની જનતાનું અપમાન કર્યું છે.

AIMIM માટે મત આપતા હોવાના પ્રશ્નમાં ઓવૈસીએ ટ્વિટ કર્યું હતું કે, @PMO ઇન્ડિયા આ ઔરંગાબાદ અને હૈદરાબાદના ગૌરવશાળી લોકો છે. ઓછા લોકો છે જેમને AIMIM પસંદ છે.એનો અર્થ એ નથી કે, તેમના મતની કોઈ જરૂર નથી.

રોગચાળા સામે લડવા અંગેના તેમના વિચારોની ચર્ચા કરવા માટે વડાપ્રધાન સાથેની વીડિયો વાતચીતનો ભાગ બનવાની જરૂર હોવા પર ભાર મૂકતાં ઓવૈસીએ કહ્યું હતું કે, હૈદરાબાદ અને ઔરંગાબાદના લોકોના મુદ્દા અને આ રોગચાળા સામે કેવી રીતે લડી શકીએ તે અંગે મારા વિચાર જણાવવામાં માગું છુ.

નોંધનીય છે કે,દેશમાં કોરોના વાઈરસના ખતરા સામે લડતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજકીય પક્ષોના ફ્લોર નેતાઓ સાથે વાતચીત કરશે અને રોગ સામેની લડતને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકીય પક્ષો (સંસદમાં પાંચ કરતા વધારે સાંસદ ધરાવતા) ​​ના નેતાઓ સાથે વાતચીત કરશે.

AIMIM પાસે બે MPS છે જે વડાપ્રધાન સાથેની બેઠકમાં ભાગ લેવા પક્ષને જરૂરી સાંસદોની સંખ્યા કરતા ઓછા છે.જેથી અસદુદ્દીન ઓવૈસીએ પોતાની વાત મૂકવા બાબતે ભાર મૂક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details