નવી દિલ્હીઃ CAAના વિરોધમાં ભડકે બળી રહેલી દિલ્હી અંગે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે વડાપ્રધાન મોદીને દિલ્હીમાં સેના તૈનાત કરવાની અપીલ કરી છે. ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું છે કે, "નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં પરિસ્થિતી બગડી રહી છે. જો તેઓ વડાપ્રધાન કાર્યાલયને આ હિંસાથી બચાવવા માગે છે, તો તેમણે દિલ્હીને સેનાને હવાલે કરી જોઈએ. લોકોની સુરક્ષા માટે આ એકમાત્ર રસ્તો છે."
ઓવૈસીએ PMને કરી અપીલ, 'હિંસાગ્રસ્ત વિસ્તારોને સેનાના હવાલે કરો' - દિલ્હીમાં હિંસા
નાગરિકતા સંશોધન કાયદાને લઈ દિલ્હીમાં રહેલો વિરોધ હિંસામાં પરિણમ્યો છે. જેમાં 13 લોકોના મોત થયા છે, તો અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ અંગે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. આ સાથે જ વડાપ્રધાન મોદીને દિલ્હીમાં સેના તૈનાત કરવાની અપીલ કરી છે.
owaisi
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી CAAના વિરોધમાં ભારે હિંસા થઈ રહી છે. જેમાં 100થી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ આ આંકડામાં વધારો થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. જેના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં વાહનવ્યવહાર અને શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો હતો.