ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહ દેશને ભટકાવી રહ્યા છે, NRCનું પ્રથમ પગથિયું છે NPR: ઓવૈસી - amit shah latest news

નવી દિલ્હી: ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ્દુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રી વસ્તી રજિસ્ટરને લઈ કહ્યું છે કે, દેશમાં NRC લાગુ કરવા માટેનું આ પ્રથમ પગથિયું છે.

owaisi attacks amit shah
owaisi attacks amit shah

By

Published : Dec 25, 2019, 12:01 PM IST

તેમણે આગળ જણાવ્યું હતું કે, નાગરિકતા અધિનિયમ 1955 મુજબ NPR લાવી રહ્યા છે, તો શું આ NRC સાથે જોડાયેલું નથી ?

ઓવૈસીએ પ્રશ્ન કર્યો છે કે, ગૃહપ્રધાન અમિત શાહ દેશને શું કામ ભટકાવી રહ્યા છે ? તેમણે (અમિત શાહ) સંસદમાં મારુ નામ લઈને કહ્યું કે, ઓવૈસી એનઆરસી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અમિત શાહ સાહેબ જ્યાં સુધી સુર્ય પૂર્વ દિશામાં ઉગતો રહેશે, ત્યાં સુધી સત્ય બોલતા રહીશું.

NRC માટે પ્રથમ પગથિયું છે NPR. જ્યારે એપ્રિલ 2020માં NPR પુરુ થઈ જશે, અધિકારી ડોક્યુમેન્ટ માટે પુછશે..ત્યાર બાદ છેલ્લી યાદી NRCમાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરન્યુમાં જણાવ્યું હતું કે, NPRને NRC સાથે કંઈ લેવાદેવા નથી.

સૌ. ANI

તેમણે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ ઓવૈસીથી જરા પણ દુ:ખી નથી, ઓવૈસીને તો અમે કહીશું કે, સૂર્ય પૂર્વમાંથી ઉગે છે તો તેઓ કહેશે કે ના એ તો પશ્ચિમમાંથી ઉગે છે. શાહે આગળ જણાવ્યું હતું કે, તેમ છતાં પણ હું ઓવૈસીને વિશ્વાસ અપાવા માગુ છું કે, એનપીઆર એનઆરસીથી એકદમ અલગ છે અને આ બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી.

ABOUT THE AUTHOR

...view details