મુંબઈઃ મુંબઈમાં ગત રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના કિંગ સર્કલના રસ્તા પર અંદાજે 2 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે. આ સિવાય હિંદમાતા, સાયન, માટુંગામાં પણ પાણી ભરાઈ ગયા છે.
આ અંગે બૃહદમુંબઈ નગર નિગમના જણાવ્યાનુસાર શહેરમાં છેલ્લાં 10 કલાકમાં ભારે વરસાદ થયો છે. આ સિવાય અરબ સાગર ઉપર ચોમાસું સક્રિય થવાના કારણે સોમવારથી સતત મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ ગયાં છે. જેથી લોકલ પરિવહન સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે.