ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઈરસના 10 લાખથી વધુ પરીક્ષણો કરાયા: ICMR - નોવેલ કોરોના વાઈરસ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) અનુસાર નોવેલ કોરોના વાઈરસ માટે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ RT-PCR પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ICMR
કોરોના વાઈરસ

By

Published : May 3, 2020, 3:47 PM IST

નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ રવિવારે જણાવ્યું હતું કે, ICMRએ નોવેલ કોરોના વાઈરસ માટે અત્યાર સુધીમાં દસ લાખ RT-PCR(રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન પોલિમરેઝ ચેઈન રિએક્શન) પરીક્ષણો કર્યા છે.

સર્વોચ્ચ તબીબી સંશોધન સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 3 મે સુધી સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 10,46,450 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ICMRએ જણાવ્યું છે કે, દેશમાં ઓછામાં ઓછી 310 સરકારી પ્રયોગશાળાઓ અને 111 ખાનગી પ્રયોગશાળાઓ છે, જે નોવેલ કોરોના વાઈરસ રોગના નિદાન માટે પરીક્ષણો કરે છે.

આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 39,980 છે. જેમાં 28046. સક્રિય કેસ, 1301 મૃત્યુ અને 10632 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશના 319 જિલ્લાઓ કોરોના વાઈરસથી મુક્ત છે. 130 જિલ્લાઓ હોટસ્પોટ્સ છે, 284 જિલ્લાઓ નોન-હોટસ્પોટ્સ છે. અમે વિશ્વના 99 દેશોમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન, પેરાસીટામોલ જેવી દવાઓ પૂરી પાડી છે.

ABOUT THE AUTHOR

...view details