સોનીપતઃ લોકડાઉનમાં કોઈને ભૂખ્યુ ન સૂવું પડે તે માટે FCIની માગ અનુસાર કેટલાંક પ્રદેશોમાં ઘઉ પહોંચાડવામાં આવી રહ્યાં છે. ઘઉંના ગોડાઉનમાંથી છેલ્લા 23 દિવસમાં 23 માલગાડીમાં આશરે 6,30,397 ગુણ ઘઉં રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશ મોકવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન ગોહાનામાંથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ઘઉંની નિકાસ કરાઈ - gohana latest news
લોકડાઉન દરમિયાન ગોહાનાના ઘઉંના ગોડાઉનમાંથી છેલ્લા 23 દિવસમાં 23 માલગાડીમાં આશરે 6,30,397 ઘઉંની ગુણ રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી છે.
![લોકડાઉન દરમિયાન ગોહાનામાંથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ઘઉંની નિકાસ કરાઈ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ગોહાણામાંથી ઘઉંની સપ્લાય કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6919715-thumbnail-3x2-yut.jpg)
હરિયાણા સિવાય અન્ય રાજ્યોમાં પણ રાજ્યના FCI ગોડાઉનોમાંથી ઘઉંની સપ્લાય કરવામાં આવે છે. ઘઉં પહોંચાડવા માટે માલગાડી ગોહાના રેલવે સ્ટેશન જઈ રહી છેે. એક માલગાડીમાં 52,000 થી વધુ ઘઉંની ગુણ મોકલવામાં આવી છે.
છેલ્લા 23 દિવસમાં, આશરે 6,30,397 ઘઉંની ગુણ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઘઉં અને ચોખાનો સ્ટોક અત્યારે વેરહાઉસમાં રાખ્યો છે. FCI ના મેનેજર ડી.કે. સિંઘે જણાવ્યું હતું કે, લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઘઉં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. મોટાભાગના ઘઉં રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. ગોહાનાથી અત્યાર સુધીમાં 13 માલગાડીઓમાં ઘઉં મોકલવામાં આવ્યા છે, જેમાં આશરે 6,30,397 ઘઉંની ગુણ મોકલી આપવામાં આવી છે. દરરોજ માલનીગાડીઓ ઘઉં લેવા અહીં પહોંચી રહી છે.