ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાઃ 50થી વધુ વાંદરાઓને ઝેર દઇને મારી નંખાયા, કોણ છે હત્યારો?

તેલંગાણાના મહબૂબાબાદમાં એક નિર્દયી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 50થી વધુ વાંદરાઓને મારી નાખી તેને બોરીમાં ભરવામાં આવ્યા હતા અને સૂમસામ જગ્યા પર ફેંકી દીધા હતા. વન-વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ આ વાંદરાઓને ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને અંજામ કોણે આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

monkey
monkey

By

Published : Nov 19, 2020, 8:34 AM IST

  • તેલંગાણામાં નિર્દયી ઘટના સામે આવી
  • 50થી વધુ વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા
  • વન અધિકારીના જણાવ્યા મુજબ વાંદરાઓને ઝેર અપાયું હોવાની આશંકા

હૈદરાબાદ (તેલંગાણા): મહબૂબાબાદમાં 50થી વધુ વાંદરાઓને મારી નાખી તેને બોરીમાં ભરવામાં આવ્યા હતા અને સૂમસામ જગ્યા પર ફેંકી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર વાંદરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે.

પહાડ પરથી મળ્યા મૃતદેહ

મૃત વાંદરાઓના મૃતદેહ શનિગાપુરમ ગામ નજીક એક પહાડ પરથી મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, વાંદરાઓના મૃતદેહ કોહવાઇ ગયા હોવાથી તેનું પોસ્ટમોર્ટમ શક્ય નહોતું. વનવિભાગ અને પોલીસ અધિકારીઓએ આ અંગે તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી

અધિકારીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ‘આશંકા છે કે, વાંદરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે. અત્યારસુધી એ જાણી શકાયું નથી કે, આ ઘટનાને કોણે અંજામ આપ્યો છે. પોલીસને શંકા છે કે, ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે કર્યું હોય, પરંતુ સાચી માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે.’

ABOUT THE AUTHOR

...view details