નવી દિલ્હીઃ કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળતું બંધ થયું છે અને દર્દીઓ જેવા કે, ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. એવામાં દિલ્હી પોલીસ PCR વાન દ્વારા લોકોને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી રહી છે.
24 કલાકમાં 38 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી
છેલ્લા 24 કલાકમાં પ્રસવ પીડાથી પરેશાન 38 મહિલાઓને PCR દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે. PCRનો પ્રયત્ન રહે છે કે, તે જલ્દીમાં જલ્દી આ મહિલાઓને હોસ્પિટલ પહોંચાડે અને તેમની સારવાર સમયસર શરૂ થાય. આવા ફોન કૉલ્સ દિલ્હીના વિભિન્ન જિલ્લાઓમાંથી પોલીસને મળી રહ્યા છે. જેમાંથી કેટલાય કૉલ મોડી રાત્રીથી સવારની વચ્ચે પોલીસને મળ્યા છે. કેટલાય કૉલ એવી જગ્યાએથી મળ્યા હતા, જ્યાંથી હોસ્પિટલ 15 કિલોમીટર દૂર હતું, પરંતુ બધા જ કૉલ પર PCRએ જઇને મહિલાઓેને તેના પરિજનો સાથે હોસ્પિટલ પહોંચાડ્યા છે.
290થી વધુ મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી
PCR દ્વારા અત્યારસુધીમાં 290થી વધુ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી છે. આ મહિલાઓ પ્રસવ પીડા થવા પર હોસ્પિટલ લઇ જવા માટે ગાડી અથવા એમ્બ્યુલન્સ મળતી નથી. એવામાં PCR તેમની મદદ માટે આગળ આવ્યા છે.