ગાઝિયાબાદ: આરોગ્ય વિભાગની ટીમોએ નોવેલ કોરોના વાઈરસના રિપોર્ટ 168 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે.
કોરોનાઃ ગાઝિયાબાદમાં 1000થી વધુ નમૂનાઓના રિપોર્ટ કરાયા
ગાઝિયાબાદમાં આરોગ્ય વિભાગની ટીમોએ નોવેલ કોરોના વાઈરસના રિપોર્ટ માટે 168 લોકોના લોહીના નમૂના લીધા હતા. જેમાંથી 70 કોવિડ-19ના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.
ચીફ મેડિકલ ઓફિસર એન. કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 1,089 નમૂનાઓ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 673 લોકોના કોવિડ-19ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 391 રિપોર્ટ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં 81,565 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 80,011 લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, 70 લોકોના કોવિડ-19ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સાત લોકો સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.