ચંડીગઢ: હરિયાણાના ડોગરાન વિસ્તારમાં લગ્ન સમારોહમાં હાજર 100થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જાણીતા ઝવેરીના ભત્રીજાના લગ્ન 28 અને 29 જૂને આયોજીત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લગ્નમાં લગભગ 150 થી 200 લોકો હાજર હતા.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નિયમોનું પાલન કરીને આ લગ્નમાં આશરે 150 થી 200 લોકો એકઠા થયા હતા, જેમાંથી 81 લોકો હિસાર જિલ્લામાંથી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત, રાજસ્થાનના પીલીબંગામાંથી 22, પદ્મપુરમાં 3 , ગંગાનગર, ફતેહાબાદ અને સિરસામાં 22 દર્દીઓ પણ મળી આવ્યા છે. લગ્ન પછી કુલ 105 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.