હૈદરાબાદ: ડિહાઇડ્રેશનની શ્રેષ્ઠ સારવાર ખાસ કરીને બાળકોમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ (ORS) છે અને તેની જાગૃતિ લાવવા, દર વર્ષે 29 જુલાઇએ વિશ્વ ORS દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે કોઈ ઝાડા અથવા ડીહાઇડ્રેશન ઉત્પન્ન કરતી અન્ય કોઈ બિમારીથી પીડિત હોય ત્યારે રિહાઇડ્રેટ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.
ડૉ. વિજ્યાનંદ જમાલપુરી, (એમડી એમઆરસીપીએચ (યુકે), કન્સલન્ટન્ટ નિયોનેટોલોજિસ્ટ, રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, હૈદરાબાદ) કહે છે, “ઓઆરએસ એક સરળ અને જીવન બચાવનાર પ્રવાહી છે.
ગંભીર ડિહાઇડ્રેશન એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું એક કારણ પણ બની શકે છે. ડિહાઇડ્રેશન મુખ્યત્વે ઝાડા-ઉલટીની બિમારીથી થાય છે.
જ્યારે કોઈને ઝાડા થાય છે, ત્યારે તેના શરીરમાંથી મીઠું, ખાંડ અને પાણી ઓછા થઇ જાય છે અને ઓઆરએસ તેમાં બદલ મદદ કરે છે. તે એક ખૂબ જ સરળતાથી દરેક જગ્યાએ, કોઈપણ તબીબી દુકાન પર ઉપલબ્ધ છે અને ઝડપથી તૈયાર થઈ શકે છે. "
ORS ફોર્મ્યુલેશનઃ
પીવા માટે તૈયાર
તમે કોઈપણ મેડિકલ સ્ટોરથી સહેલાઇથી ઉપલબ્ધ ઓઆરએસ ફોર્મ્યુલેશન ખરીદી શકો છો, પરંતુ ફક્ત ડબલ્યુએચઓની (WHO) ભલામણ કરેલું લેબલ વાંચો. અન્ય વ્યાપારી રીતે ઉત્પાદિત ઓઆરએસ ફોર્મ્યુલેશનમાં ખાંડનો જથ્થો જરૂર કરતાં વધારે હોઈ શકે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.
જો તે પાવડર સ્વરૂપમાં છે, તો સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને પીવાના શુદ્ધ પાણીથી જ તૈયાર કરો.
ઘરે બનાવવા માટે
- 1 લિટર શુધ્ધ પીવાનું પાણી લો
- ખાંડની 6 ચમચી ઉમેરો
- ½ ચમચી મીઠું નાખો
- ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરો.
- ઉકાળેલું અને ઠંડુ પાણી સામાન્ય રીતે આગ્રહણીય છે. ઉપરાંત, વધુ પડતી ખાંડ અતિસારને વધારે ખરાબ બનાવી શકે છે અથવા વધુ પડતું મીઠું નુકસાનકારક હોઇ શકે છે.
શું યાદ રાખવું જોઇએ?
ડૉ વિજા્યાનંદની ભલામણ પ્રમાણે યાદ રાખવા માટે અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે: