ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજપથના નોર્થ અને સાઉથ બ્લોકમાં કોવિડ-19 માટે ‘લાઈવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન - નવી દિલ્હી

15 ઓગસ્ટ નિમિત્તે આમ્ડ ફોર્સ અને પોલીસ દ્વારા રાજપથના નોર્થ અને સાઉથ બ્લોકમાં કોવિડ 19 માટે ‘લાઈવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્સર્ટ ફ્રી સર્વિસ બેન્ડ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યો છે. જેને દેશભરમાં દૂરદર્શન દ્વારા લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું છે.

રાજપથના નોર્થ અને સાઉથ બ્લોકમાં કોવિડ 19 માટે ‘લાઈવ બેંક કોન્સર્ટ’નું આયોજન
રાજપથના નોર્થ અને સાઉથ બ્લોકમાં કોવિડ 19 માટે ‘લાઈવ બેંક કોન્સર્ટ’નું આયોજન

By

Published : Aug 14, 2020, 10:02 PM IST

નવી દિલ્હી: DCP ડોક્ટર ઈશ સિંઘલના જણાવ્યા મુજબ આ કોન્સર્ટ ફ્રી સર્વિસ બેન્ડ પરફોર્મ લોકડાઉન દરમિયાન પોતાની જાન અને સ્વાસ્થ્યની પરવા કર્યા વિના દિવસ-રાત માનવ સેવામાં લાગેલા કોવિડ 19ના ફોરફ્રન્ટ વોર્યરિય માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 કોરોના વોરિયર્સને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. આ 25 કોરોના વોરિયર્સમાંથી 15 કોરોના વોરિયર્સ દિલ્હી પોલીસ તરફથી બોલાવવામાં આવ્યા હતા.

આમ્ડ ફોર્સ અને પોલીસ દ્વારા દેશની વિભિન્ન ઐતિહાસિક ઇમારતોમાં આ કોન્સર્ટનો સમાવવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની નજીક થયેલા આ કોન્સર્ટમાં RML હોસ્પિટલની પોલીસ ચોકીના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ શોભા રામ અને મંદિર માર્ગ થાના કોન્સ્ટેબલ ગોપાલને નવી દિલ્હી પોલીસ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને કોરોના મહામારી વચ્ચે થતા ચડાવ ઉતારને સહન કરી પૂરી મહેનત અને લગનથી લોકોની સેવા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details